LPG cylinders / અહીં બુકિંગ કરવાથી સસ્તામાં મળશે ગેસ સિલિન્ડર, જાણો શું છે ફાયદો અને પ્રોસેસ
Paytmની આ ઓફર ફક્ત આ મહિના માટે છે. ભારત ગેસ સિલિન્ડરના બુકિંગ પર 800 રૂપિયાના કેશબેકની ઓફરનો લાભ મળી શકે છે.
- સસ્તામાં મળશે ગેસ સિલિન્ડર
- જાણો શું છે ફાયદો અને પ્રોસેસ
- ભારત ગેસ સિલિન્ડરના બુકિંગ પર કેશબેકની ઓફર
LPG Gas Cylinderની કિંમતોમાં છેલ્લા 6 મહિનામાં અનેક ગણા ઉતાર ચઢાવ આવ્યા છે. હાલમાં દિલ્હીમાં 14.2 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 815 રૂપિયા છે. આ સાથે અન્ય શહેરોમાં પણ ગેસ સિલિન્ડરના ભાવ આ કિંમતની આસપાસ છે. તો શું તમે જાણો છો કે તમે ભારત ગેસના ગ્રાહક છો તો તમે ગેસ સિલિન્ડરના ઓનલાઈન બુકિંગની મદદથી 800 રૂપિયાની બચત કરી શકો છો. જાણો આ માટે તમારે શું કરવાનું રહેશે.
આ છે ખાસ ઓફર
તમને જણાવી દઈએ કે આ ઓફર Paytmની તરફથી આપવામાં આવી રહી છે. Paytmએ પોતાના ગેસ સિલિન્ડરની બુકિંગ અને પેમેન્ટ પર પોતાના ગ્રાહકોને માટે આ બંપર ઓફરની શરૂઆત કરી દીધી છે. આ ઓફરમાં તમને સીધું 800 રૂપિયાનું કેશબેક આપવામાં આવે છે. એટલે કે તમને 815 રૂપિયાનો ગેસ સિલિન્ડર ફક્ત 15 રૂપિયામાં મળી શકે છે. તો ફટાફટ લઈ લો આ ઓફરનો લાભ.
Dear #BPCL customer,
— Bharat Petroleum (@BPCLimited) June 10, 2021
Now #Paytm pe book karo, #cashback ka fayda lo. @BPCLLPG pic.twitter.com/ryWDNqcG3p
કયા ગ્રાહકોને મળશે Paytmની કેશબેક ઓફરનો લાભ
આ ઓફર ફક્ત આ મહિના માટે છે. ભારત પેટ્રોલિયમ કંપનીની ભારત ગેસ સિલિન્ડરના બુકિંગ પર તમને આ ઓફર આપવામાં આવે છે. આ કેશબેક ઓફરના આધારે જો કોઈ ગ્રાહક પહેલી વાર પેટીએમ એપની મદદથી ભારત ગેસ સિલિન્ડરનું બુકિંગ કરે છે તો તેને 800 રૂપિયાનું કેશબેક મળે છે.
કેવી રીતે બુક કરશો ગેસ સિલિન્ડર
- સૌ પહેલા તમારા ફોનમાં Paytm એપ ખોલો.
- જો એપ નથી તો ગૂગલ પ્લે સ્ટોરથી કે એપલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લો.
- હવે અહીં 'recharge and pay bills' પર ક્લિક કરો.
- અહીં 'book a cylinder'ઓપ્શન પર ક્લિક કરી લો.
- હવે અહીં ગેસ પ્રોવાઈડરમાં ભારત ગેસ (Bharat Gas)ને પસંદ કરો.
- તમારા LPG ID કે પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ભરો.
- આ પછી QR Code સ્કેન કરો અને ઓફરનો લાભ લો.
Bharat Petroleum એ પોતાના ટ્વિટર હેન્ડલ @BPCLimited થી ટ્વિટ કરીને આ ઓફરની જાણકારી આપી છે. તેમાં લખ્યું છે કે પેટીએમ પર બુક કરો અને કેશબેકનો ફાયદો લો. પેટીએમની તરફથી તમને 800 રૂપિયાનું કેશબેક મળે છે. આ કેશબેકનો ઉપયોગ તમે અન્ય સામાનની ખરીદીમાં કે તમારી જરૂરિયાત અનુસાર કરી શકો છો.