ઑટો / મિડલ ક્લાસનું સપનું થશે સાકાર: મારૂતિ લોન્ચ કરશે Altoથી પણ સસ્તી કાર, જાણો કિંમત અને ફિચર્સ
કોરોનાકાળમાં કારનું વેચાણ વધ્યુ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરવાનું લોકો ટાળી રહ્યાં છે અને તેને ધ્યાનમાં રાકીને જ મારુતિ સુઝુકી સસ્તી કાર લઇને આવ્યું છે.
- મારુતિ લાવશે અલ્ટો કરતા સસ્તી કાર
- ઇલેક્ટ્રીક કારનું પણ ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
- 1000CC એન્જીન સાથે લૉન્ચ થશે કાર
મારુતિની આ નાની કારમાં અલ્ટો કરતા પણ સારા ફીચર્સ હશે તેનું કહેવામાં આવી રહ્યું છે. AC વેરિએન્ટમાં ખાસ ફીચર આપવામાં આવ્યા છે. આ કારનું લોન્ચિંગ જલ્દી જ થઇ શકે છે. અત્યારે મારુતિ અલ્ટોનું ટોપ મૉડલ 4.16 લાખ રૂપિયાનું આવે છે.
મારુતિ પોતાની ગાડીઓને Heartect પ્લેટફોર્મ પર શિફ્ટ કરી રહી છે. આવામાં મારુતિની નવી અલ્ટો જેને S-pressoના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કાર 1000સીસી એન્જીન સાથે આવશે અને તેના ટોપ વેરિએન્ટમાં પાવર વિન્ડો જેવા ફિચર હોઇ શકે છે. સાથે જ ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ કારમાં આપે તેવી શક્યતાઓ છે.
જાણકારી અનુસાર મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રીક કારને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. કંપની ભારતમાં હવે આ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે અને આ કારના ફ્યુલ વર્ઝન પહેલેથી જ ભારતમાં છે અને હવે આ મોડલ પણ ભારતના ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કારની રેન્જ 200 કીમી હશે એટલે કે સિંગલ ચાર્જ પર આ કાર 200 કીમી ચાલી શકશે. ફાસ્ટ ચાર્જરની મદદથી આ કારને 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે અને તમે આ કાર ઘણીવાર ઉપયોગમાં લઇ શકો છો.
જો કિંમતની વાત કરીએ તો આ કારની કિંમત કંપની 12 લાખ રૂપિયા રાખી શકે છે અને હાલમાં કોઇ ઓફિશીયલ જાણકારી મળી શકી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ફેસ્ટિવ સિઝન સુધી ભારતમાં લોન્ચ થઇ જશે.