છત્તીસગઢમાં મહિલા કાઉન્સિલરનો દાવો:વેક્સિનેશન બાદ ચુંબકની માફક કામ કરી રહ્યું છે શરીર; સિક્કા અને સ્ટીલના વાસણો ચોંટી જાય છે, હાથ હલાવવાથી પણ ઉખડતા નથી
નાસિકના સમાચાર વાંચી પોતાની ઉપર ટેસ્ટ કર્યો
હકીકતમાં રાજનાંદ ગામમાં સુનીતા ફડણવીસ વોર્ડ નંબર 23ના કાઉન્સિલર છે. તે કોરોનાથી બચવા માટે વેક્સિનના બે ડોઝ લગાવી ચુક્યા છે. તેમને બીજો ડોઝ-2 મેના રોજ લગાવડાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સવારે નાસિક અંગેના સમાચાર વાંચ્યા હતા. તે જોઈને લાગ્યું કે પોતાની જાત પર પણ આ પ્રકારે ટ્રાઈ કરવામાં આવે. ત્યારબાદ જાણવા મળ્યું કે ડાબો હાથ મેગ્નેટની માફક કામ કરી રહ્યો છે. પહેલા સિક્કા ચોંટાડીને જોયું. તે ચોટી ગયા તો વાસણ પણ હાથ સાથે ચોંટવા લાગ્યા.
માહિતી અંગે જાણ થતા પડોશીઓ પણ ટેસ્ટ કરવા આવી પહોંચ્યા
આ અંગે જાણકારી મળતા જ આજુબાજુના લોકો મહિલા કાઉન્સિલર સુનીતા ફડણવીસના ઘરે પહોંચી ગયા. તેઓ પણ કાઉન્સિલરના હાથમાં વાસણો ચોટેલા જોઈને દંગ રહી ગયા. સૌ આ અંગે જાણકારી મેળવવા લાગ્યા કે અંતિમ વેક્સિનને લીધે આમ થયું છે કે અન્ય કોઈ કારણથી. વેક્સિનેશન અધિકારી વીએલ કુમરે પણ તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમણે તપાસ કરી હતી. તેમણે કહ્યું કે વેક્સિન લગાવ્યા બાદ આવું થતું નથી. આ અંગે રિપોર્ટ તૈયાર કરી અધિકારીઓને મોકલવામાં આવશે.
કલેક્ટરે કહ્યું- વેક્સિન સુરક્ષિત, અફવાથી દૂર રહો
બીજી બાજુ કલેક્ટર તારન પ્રકાશ સિંહના આદેશથી CMHO ડો.મિથલેશ ચૌધરીએ તપાસ માટે એક ટીમ મોકલી છે. CMHO ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે વેક્સિનને લીધે આમ થયું નથી. પરસેવા અથવા અન્ય કોઈ કારણથી આવું બની શક છે, જે એક સામાન્ય પ્રક્રિયા છે. વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વેક્સિ લગાવવાથી આમ થતું નથી. તેમણે આ વાતને નકારી હતી. કલેક્ટર સિંહાએ અપીલ કરી છે કે વેક્સિન સંબંધિત અફવા કે ભ્રમ ન ફેલાવવામાં આવે.
મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવશે, રાજસ્થાનના ડોક્ટરોએ દાવો નકાર્યો
વેક્સિનેશન બાદ શરીરમાં ચુંબકીય શક્તિની ઘટનાને લઈ મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવવાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ રાજસ્થાનના ડોક્ટરોએ આ સંપૂર્ણ ઘટનાને પાયા વગરની ગણાવી છે. તેમણે કહ્યું કે વેક્સિન પ્રત્યે ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે પાયા વગરની બાબત છે.શરીરમાં ફોરેન બોડી હોવાથી આવું થઈ શકે છે. પણ તે લાખો લોકો પૈકી કેટલાક લોકોને જ હોય છે. ગરમીમાં પરસેવાથી ચિપકવું તે આ પૈકી એક કારણ હોઈ શકે છે.
ફોરેન બોડી એટલે શું
રાજસ્થાનના લોપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર દિનેશ જિંદાલના મતે લોખંડની ખિલી અને બોલ્ટ ગળી જવા અથવા શરીમાં ફ્રેક્ચર બાદ રોડ લગાવવા ફોરેન બોડી કેટેગરીમાં આવે છે. જેમાં શરીરની અંદર મેટલ હોય છે. આ સંજોગોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે.
Source : Divya Bhaskar News report