Pages

Search This Website

Friday 25 June 2021

કોરોના / Covid Delta Plus Variant: શું છે કોવિડ-19 ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અને કેવા છે તેના લક્ષણો?

કોરોના / Covid Delta Plus Variant: શું છે કોવિડ-19 ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અને કેવા છે તેના લક્ષણો?

કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો કોરોના વાયરસ કરતા કઈ રીતે છે અલગ?


  • કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના શું છે લક્ષણો?
  • કઈ રીતે કોરોના કરતા જુદો પડે છે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ?
  • જાણો આપણા દેશમાં કેટલા કેસ નોંધાયા?

કોરોના વાયરસના રૂપ બદલ્યા બાદ તેના લક્ષણોમાં પણ અમુક ફેરફાર થવા લાગ્યા છે. માટે તેના વિશે તમારૂ જાણવું ખૂબ જરૂરી છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સામાન્ય લક્ષણોમાં, સુકી ખાંસી, તાવ અને થાક લાગે છે. ત્યાં જ તેના ગંભીર લક્ષ્ણોની વાત કરીએ તો તેમાં છાતીમાં દુખાવો, શ્વાસ ફુલવો અથવા શ્વાલ લેવામાં તકલીફ અને વાત કરવામાં તરલીફ થઈ શકે છે. WHOના સ્વાસ્થ્ય અધિકારીઓએ અમુક સામાન્ય લક્ષણો જણાવ્યા છે જેમાં ત્વચા પર ચાઠા પગની આંગળીઓના રંગમાં ફેરફાર થવો ગળોમાં ખીચખીચ, સ્વાદ અને ગંધ ન આવવી, દસ્ત અને માથાનો દુખાવો સામેલ છે.


ગુજરાતમાં ડેલ્ટા પ્લસના કેટલા કેસ?
ગુજરાતમાં ડેલ્ટા પ્લસ કેસ અંગે ગાંધીનગર આરોગ્ય ACS મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. ડેલ્ટા પ્લસ અંગે રાજ્ય સરકારે માહિતી આપી કે, ડેલ્ટા પ્લસના બે કેસ આવ્યા હતા. વડોદરા અને સુરતમાં બે કેસ આવ્યા હતા. બંને વ્યક્તિ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. બંને વ્યક્તિઓ સંપર્કમાં આવેલ તમામનુ ટેસ્ટિંગ કરાયું હતું. સંપર્કમા આવેલ તમામ લોકો સુરક્ષિત છે કોઇ ચેપ જોવા મળ્યો નથી.


પંજાબમાં મળ્યો ડેલ્ટા વેરિએન્ટનો નવો કેસ
પંજાબમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે એવામાં લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે પરંતુ આ વચ્ચે એક ચિંતાની વાત પણ સામે આવી છે પંજાબમાં પણ કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો મામલો સામે આવ્યો છે. પંજાબમાં ડેલ્ટા પ્લસનો એક કેસ સામે આવ્યો છે. ઘણા અન્ય સેમ્પલ પણ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.


મધ્યપ્રદેશમાં એકનું મોત, સરકાર એલર્ટ
મધ્યપ્રદેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે એક મોત થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ સાત કેસ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક મહિલાનું મોત ડેલ્ટા પ્લસના કારણે થયું છે. મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી વેરિએન્ટથી એક મોત નોંધવામાં આવી છે. જેટલા અન્ય કેસ આવ્યા છે તેના પર સરકારની નજર છે.

વિશ્વના 85 જેટલા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લઇ વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વના 85 જેટલા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. ત્યારે ભારતમાં અત્યાર સુધી 40 જેટલા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ સામે આવી ચૂક્યા છે. વિશેષજ્ઞોએ ડેલ્ટા વેરિઅન્ટને લઇ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટના સંક્રમણ સામે વેક્સિન પણ બેઅસર થઇ શકે છે. કારણ કે ડેલ્ટા વેરિઅન્ટ અન્ય વાયરસથી વધુ ઘાતક છે. કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશમાં, બીટા 119 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. જ્યારે કોરોનાનો ગામા વેરિઅન્ટ 71 અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશમાં ફેલાયો છે. કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપી ફેલાઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ બે સપ્તાહમાં 11 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. જેને લઇ WHO ડેલ્ટા વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે.



Join Our Social Media Group For Authentic Job Updates