હેલ્થ / સૂતા પહેલા કરી લો આ એક કામ, BPથી લઇને તણાવ સુધીની તકલીફોમાં મળશે રાહત
આજની ફાસ્ટ લાઇફના કારણે લોકો પોતાની હેલ્થ પર ધ્યાન આપતા નથી, તેમાં પણ જ્યારથી કોરોનાની એન્ટ્રી થઇ છે ત્યારથી લોકો ઝડપથી રોગોના શિકાર બની રહ્યાં છે.
- સૂતા પહેલા કરો એક કામ
- BPની તકલીફમાં થશે રાહત
- બ્લડ સર્ક્યુલેશન વધશે
એવામાં કેટલીક બાબતોને રોજિંદા જીવનમાં કરવાથી ઘણી હદ સુધી રોગો સામે રક્ષણ મળે છે. તમે ઘણાં મોર્નિંગ રૂટિન વિશે સાંભળ્યું હશે, જેમ કે સવારે નવશેકું પાણી કે લેમન અને હની વોટર પીવું. આ જ રીતે કેટલાક નાઈટ રિચ્યુઅલ પણ હોય છે જે ઘણાં લોકો ફોલો કરે છે અને તેનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને રોગો સામે પણ રક્ષણ મળે છે. આજે અમે તમને એવા જ એક કામ વિશે જણાવીશું, જે રોજ રાતે કરી લેશો તો ગંભીર રોગો સામે રક્ષણ મળશે.
રોજ રાતે સૂતા પહેલાં પગની 5થી 10 મિનિટ માલિશ કરવાથી ઘણાં લાભ થાય છે. જો તમને લાંબા સમયથી સાંધાનો દુખાવો થતો હોય, હાઈ અથવા લો બીપીની સમસ્યા રહેતી હોય તો પગમાં મસાજ કરવાથી ઘણો ફાયદો થાય છે. મસાજ હમેશાં સરસિયાના તેલથી કરવું. તેના માટે સૌથી પહેલાં તેલને નવશેકું ગરમ કરી લો. પછી પગના તળિયામાં હળવા હાથે આ તેલથી મસાજ કરો. બની શકે તો ઘરના કોઈ અન્ય સભ્ય પાસે મસાજ કરાવી લો. તેનાથી ડબલ લાભ થશે. નવજાત બાળકના પગમાં મસાજ કરવામાં આવે તો તે જલ્દી સૂઈ જાય છે.
PMSમાં રાહત
પીએમએસ એટલે પ્રી મેન્સ્ટ્રુએશન સિન્ડ્રોમ. પીરિયડ્સ આવવાના 2-3 દિવસ પહેલાંથી જ પીઠમાં દર્દ, પેટ દર્દ અને અન્ય હોર્મોનલ ચેન્જિસ આવતા હોય છે. આ સમસ્યાઓમાં પગમાં મસાજ કરવાથી રાહત મળે છે. દુખાવામાં આરામ મળે છે. તમે પીઠ પર પણ સરસિયાના તેલની માલિશ કરી શકો છો. તેનાથી તમે રિલેક્સ ફીલ કરશો.
બ્લડ સર્ક્યુલેશન
હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે પણ સરસિયાના તેલની માલિશ ખૂબ જ લાભકારી છે. સૂતા પહેલાં પગના તળિયામાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આપણા પગના તળિયામાં ઘણાં એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. જેની પર મસાજ કરવાથી ઘણો ફાયદો થાય છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ પણ મળે છે.
લો બ્લડપ્રેશર માટે બેસ્ટ
આજકાલ ઘણાં લોકોને લો BPની સમસ્યા થતી હોય છે. તણાવ અને સ્ટ્રેસને કારણે એકદમથી લો ફીલ થાય છે અને બીપી લો થવા લાગે છે. એવામાં રાતે સૂતા પહેલાં પગમાં મસાજ કરવાથી આખા દિવસનો સ્ટ્રેલ દૂર થાય છે. સાથે જ રાતે ઊંઘ પણ સારી આવે છે.
Source: Vtv ન્યૂઝ