કોરોના / કોરોના વાયરસના નવા લક્ષણ સામે આવ્યા! નખમાં થાય આવા ફેરફાર તો થઈ જજો સાવધાન
કેટલાક દર્દીઓના નખ ફિક્કા પડી જાય છે અને અમુક અઠવાડિયા પછી નખનો આકાર પણ બદલાઈ જાય છે.
- નખમાં લાલ રંગનો અર્ધચંદ્રાકાર આકાર દેખાઈ રહ્યો છે
- કેટલાક વેરિઅન્ટે દર્દીના પેનક્રિયાસને નુકસાન કર્યું છે
- એક બીજા લક્ષણો પણ જાણી લો
નખમાં લાલ રંગનો અર્ધચંદ્રાકાર આકાર દેખાઈ રહ્યો છે
કોરોનાના મુખ્ય લક્ષણો તાવ, શરદી, સ્વાદ ન આવવો, સુગંધ ના આવવી અને ખાંસી છે. ચામડીમાં બદલાવ આવવો એ પણ કોરોનાના લક્ષણમાં ઉમેરાયું છે. પણ શરીરમાં એક એવો ભાગ છે જે સંક્રમણ બાદ બદલાઈ રહ્યો છે અને તે છે નખ. કોરોનાનું સંક્રમણ થયા બાદ કેટલાક દર્દીઓના નખ ફિક્કા પડી જાય છે અને અમુક અઠવાડિયા પછી નખનો આકાર પણ બદલાઈ જાય છે. આના કારણે નખમાં લાલ રંગનો અર્ધચંદ્રાકાર આકાર દેખાઈ રહ્યો છે. જો દર્દીઓની વાત કરીએ તો એક મહિલાને કોરોના થયા બાદ તેના નખમાંથી ઢીલા થઈ ગયા હતા અને થોડા સમય પછી તે સાવ નીકળી ગયા હતા.
કેટલાક વેરિઅન્ટે દર્દીના પેનક્રિયાસને નુકસાન કર્યું છે
કોરોના સંક્રમણથી તમે સાજા થઈ ચૂક્યા હશો પણ એક મોટો ખતરો તમારી સામે આવી શકે છે. ડોક્ટર તેને સામાન્ય ભાષામાં પોસ્ટ કોવિડ ઈલનેસ કહે છે. કેટલાક કેસમાં તે એટલો ખતરનાક બને છે કે દર્દીનું મોત થઈ શકે છે. કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે કેટલાક વેરિઅન્ટે દર્દીના પેનક્રિયાસને નુકસાન કર્યું છે. પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટમાં દર્દીમાં ડાયાબિટિસની સમસ્યા પણ જોવા મળી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર દર્દીને પહેલા ડાયાબિટિસ ન હતો પણ ટ્રીટમેન્ટમાં જોવા મળ્યો છે. નવા વેરિઅન્ટ સંક્રમણ વધારનારા પ્રોટીનની મદદથી પેનક્રિયાસ સુધી પહોંચીને બીટા સેલ નષ્ટ કરે છે અને ઈન્સ્યુલિન બનવાની પ્રક્રિયાને બાધિત કરે છે જેનાથી ડાયાબિટિસ થાય છે.
એક બીજા લક્ષણો પણ જાણી લો
બીજા એક લક્ષણ વિશે એમ્સના ડો. નીરજ કહે છે કે દેશમાં નહીં વિદેશમાં પણ કોરોનાના દર્દીને સાજા થવામાં 5-6 મહિનાનો સમય લાગે છે. આ સમય સુધી તેનામાં લક્ષણો જોવા મળે છે. જેમની સ્થિતિ ગંભીર થઈ અને જેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા તેમનામાં લોન્ગ કોવિડ જોવા મળ્યો છે.દેશ વિદેશમાં 20 ટકા કેસમાં લોન્ગ કોવિડ જોવા મળી રહ્યો છે. ગંભીર દર્દીમાં કેટલાક કેસ મળ્યા છે જેમને સામાન્ય લક્ષણોની સાથે કોરોના થયો અને તેઓ હોમ આઈસોલેશનમાં સાજા થયા. રિકવર થયાના 5 અઠવાડિયા બાદ જે સૌથી વધારે લક્ષણ જોવા મળી રહ્યું છે તે હતું થાક.